Sorry Katrina Kaif: Pakistani RJ apologises for body-shaming actress after Salman Khan’s BB 20 outburst: સોરી કેટરીના કૈફ: બિગ બોસ 20ના મંચ પરથી સલમાન ખાને કલાકારોના શારીરિક દેખાવ પર ટિપ્પણી કરતા ટ્રોલ્સને જડબાતોડ જવાબ આપ્યો હતો. બોલિવૂડ સુપરસ્ટારે સીધું કેટરીના કૈફનું નામ લીધા વિના, પ્રેગ્નન્સી પછી વજન વધવાને કારણે અભિનેત્રીઓની ટીકા કરનારાઓની આકરી ઝાટકણી કાઢી હતી. બિગ બોસ 20માં સલમાનના આ આકરા પ્રહાર બાદ, કેટરીનાનું બોડી-શેમિંગ કરનાર પાકિસ્તાની RJ ડૉ. એજાઝ વારિસે અભિનેત્રીની માફી માંગી છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો મેસેજ શેર કરીને એજાઝે ‘ટાઇગર ઝિંદા હૈ’ની અભિનેત્રી સમક્ષ પોતાના નિવેદનો બદલ દિલથી માફી માંગી છે. ટ્રોલ્સને સલમાન તરફથી મળેલા સંદેશ પછી આ RJને અહેસાસ થયો કે તેણે કેટરીના વિશે આવી વાતો નહોતી કરવી જોઈતી. Times nowના એક રિપોર્ટમાં આમ જણાવાયું હતું.
સલમાન ખાનના ‘બિગ બોસ 20’ના સ્ટેન્ડ બાદ પાકિસ્તાની RJએ કેટરીના કૈફની માફી માંગી
આ વીડિયો શેર કરતી વખતે RJએ કેટરીનાને ‘સોરી’ કહ્યું હતું. બિગ બોસ 20માં સલમાનનું નિવેદન જોયા પછી, એજાઝે પોતાની ટિપ્પણીઓ પર વિચાર કર્યો અને સમજાયું કે તેના શબ્દોથી અભિનેત્રી અને તેના ફેન્સની લાગણી દુભાઈ શકે છે. તેણે સ્પષ્ટતા કરી કે તેનો ઇરાદો ક્યારેય ‘બોડી-શેમિંગ’ કરવાનો નહોતો. તેણે સલમાન ખાન અને જે કોઈની લાગણી દુભાઈ હોય તે તમામની માફી માંગી છે. તેણે કેટરીના માટે વાપરેલા શબ્દો બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.
તેણે શેર કરેલા એક વીડિયોમાં પાકિસ્તાની RJએ જણાવ્યું, “હું બિગ બોસમાંથી સલમાન ખાનની એક ક્લિપ જોઈ રહ્યો હતો, જેમાં તેમણે મારો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે મારે કેટરીના વિશે આવું નહોતું બોલવું જોઈતું. આ જોયા પછી મને ખરેખર લાગ્યું કે મારે તે બધી વાતો નહોતી કહેવી જોઈતી.”
તેણે પોતાની જાતને સલમાન અને કેટરીનાનો ‘મોટો ફેન’ ગણાવ્યો હતો. RJએ સ્પષ્ટતા કરી કે તેણે વીડિયોમાં માત્ર લોકોનું ધ્યાન ખેંચવા (હૂક માટે) સહેજ મજાક કરી હતી; જોકે તેના આ શબ્દોથી ઘણા લોકોને દુઃખ પહોંચ્યું હતું. તેણે કહ્યું, “જો મારા શબ્દોથી તમારી લાગણી દુભાઈ હોય તો હું ખરેખર દિલથી માફી માંગું છું, કેટરીના કૈફ. મારી રીલથી જે કોઈનું દિલ તૂટ્યું હોય તે તમામની હું માફી માંગું છું.” એજાઝે ઉમેર્યું કે તેણે આ ટિપ્પણી સામાન્ય રીતે કરી હતી, બોડી-શેમિંગ કરવાનો કોઈ ઈરાદો નહોતો. “મારા શબ્દોથી કદાચ દુઃખ થયું હશે, પરંતુ મારો ઇરાદો ક્યારેય બોડી-શેમિંગ કરવાનો નહોતો. સલમાન અને કેટરીના, તમે આમ જ સફળ રહેતા રહો,” તેમ તેણે ઉમેર્યું.
સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મો:
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સલમાન અને કેટરીનાએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ જોડીએ ‘મૈંને પ્યાર ક્યૂં કિયા’, ‘પાર્ટનર’, ‘એક થા ટાઇગર’, ‘ટાઇગર ઝિંદા હૈ’ જેવી ફિલ્મો સાથે કરી છે. મોટા પડદે તેમની છેલ્લી ફિલ્મ ‘ટાઇગર 3’ હતી. હાલમાં સલમાન બિગ બોસ 20ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મોની વાત કરીએ તો, તે ચિત્રાંગદા સિંહ સાથે ‘માતૃભૂમિ’માં જોવા મળશે. અપૂર્વ લાખિયાની આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થશે, જ્યારે તેની ફિલ્મ ‘SVC63’ ઇદ 2027 પર સિનેમાઘરોમાં આવશે.





