બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Baaghi 4 – First look revealed: ટાઇગર શ્રોફે બાઘી 4માં તેનો પહેલો લૂક જાહેર કર્યો. લોહીથી લથબથ આ તસવીરમાં તે આકર્ષક જણાયો.

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 18, 2024
in BOLLYWOOD GOSSIP
Reading Time: 3 mins read
Tiger Shroff revealed his first look of Baaghi 4

બાગી ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2016 માં સબ્બીર ખાન દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મની રજૂઆત સાથે થઈ હતી

ટાઇગર શ્રોફે 18મી નવેમ્બરે સવારે તેની અત્યંત લોકપ્રિય થયેલી બાગી ફ્રેન્ચાઇઝની ચોથી સિરિઝની જાહેરાત તેના સોશિયલ મિડીયા પરથી પોસ્ટર પોસ્ટ કરીને જાહેરાત કરી છે. આ પોસ્ટર દ્વારા તેનો ફર્સ્ટ લૂક જાહેર કરવામાં આવ્યો છે. આ અગાઉ 2016માં બાગી ફિલ્મ રિલિઝ થઇ હતી, જે દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

એ. હર્ષા દ્વારા નિર્દેશિત આ એક્શન ડ્રામાં ફિલ્મ 5મી સપ્ટેમ્બર, 2025માં થિયેટરોમાં રિલિઝ કરવામાં આવશે. અભિનેતાએ આગામી ફિલ્મ બાગી 4નાં પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે, જેનાં પરથી ખ્યાલ આવે છે કે ફિલ્મમાં કેટલું જબરદસ્ત એક્શન ડ્રામા હોઇ શકે છે. આ પોસ્ટરમાં ટાઇગર ટોઇલેટ સીટ પર હાથમાં હથિયાર અને નજીકમાં દારૂની બોટલ સાથે સ્વેગમાં બેઠેલો જોવા મળે છે. તેનો ચહેરો, દીવાલો અને જમીન લોહીથી ખરડાયેલાં છે અને તેની આસપાસ કેટલાંક મૃતદેહો પડેલાં જોવાય છે.

ટાઇગરે આ પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે, “A darker spirit, a bloodier mission. This time he is not the same!💥👊#SajidNadiadwala #Baaghi4 @nimmaaharsha દ્વારા દિગ્દર્શિત છે.” બાગી 4ના દિગ્દર્શક એ. હર્ષ કન્નડ સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે, જેમાં બિરુગાલી, ચિંગારી, ભજરંગી, અંજની પુત્ર અને વેધા જેવી ફિલ્મો તેમની ક્રેડિટમાં સામેલ છે.

View this post on Instagram

A post shared by Tiger Shroff (@tigerjackieshroff)

બાગી ફ્રેન્ચાઇઝીની શરૂઆત 2016 માં સબ્બીર ખાન દ્વારા નિર્દેશિત પ્રથમ ફિલ્મની રિલિઝ સાથે થઈ હતી. એક હાઇ-ઓક્ટેન એક્શન થ્રિલર, બાગીને 2004ની તેલુગુ ફિલ્મ વર્ષમ અને 2011ની ઇન્ડોનેશિયન ફિલ્મ ધ રેઇડઃ રિડેમ્પશનથી પ્રેરિત હતી એમ માનવામાં આવતું હતું. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, શ્રદ્ધા કપૂર અને સુધીર બાબુએ અભિનય કર્યો હતો. આ સિક્વલ બાગી 2 2018માં આવી હતી, જેનું દિગ્દર્શન અહમદ ખાને કર્યું હતું અને તે તેલુગુ ફિલ્મ ક્ષણમની રિમેક હતી. તેમાં ટાઇગરની સાથે દિશા પાટણી, મનોજ બાજપેયી, રણદીપ હૂડા અને અન્ય મુખ્ય કલાકારો હતા. બાગી 3 માં (2020) ફરી એક વખત અહમદ ખાનનાં નિર્દેશન હેઠળઆંશિક રીતે તમિલ ફિલ્મ વેટ્ટાઇથી પ્રેરિત ફિલ્મ તૈયાર કરાઇ હતી. જેમાં ટાઇગર, રિતેશ દેશમુખ અને શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

આ ઉપરાંત ટાઇગર શ્રોફે 2014માં સબ્બીર ખાનની હીરોપંતી ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. તે બાગી, બાગી 2, બાગી 3, વોર, સ્ટુડન્ટ ઓફ ધ યર 2, મુન્ના માઇકલ, એ ફ્લાઇંગ જટ્ટ, હીરોપંતી 2 અને ગણપતિ સહિત અનેક હિટ ફિલ્મોનો ભાગ રહી ચૂક્યો છે. છેલ્લે તે સિંઘમ અગેનમાં જોવા મળ્યો હતો.

Tags: Baaghi 4Bollywood CelebrityBollywood GossipsBollywood newsBollywoodUpdatesTiger Shroff

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
Rakesh Roshan chooses Ranbir Kapoor and Hrithik Roshan over Shahrukh & Salman for his upcoming movie new Karan-Arjun

New Karan Arjun: નવી કરણ અર્જુન ફિલ્મ માટે રાકેશ રોશને રણબીર કપૂર અને હ્રતિક રોશન પર પસંદગી ઉતારી.

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.