Undercooked Art show@ahmedabad: અંડર કુક્ડ (Undercooked) એક એવી વાનગી છે જે પ્રોપર કૂક થયેલી નથી. આ આર્ટિસ્ટ ક્યારેય પોતાના કામથી સંતોષ પામતો નથી. આ આર્ટિસ્ટ એટલે સંવિત જોશી જે ‘અંડરકુક્ડ’અંતર્ગત પોતાનો પ્રથમ સોલો આર્ટ શો સાથે રજુ થયો છે. શહેરનાં હઠેસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે તેનો આ આર્ટ શો શરૂ થયો છે. વેનગોગથી પ્રેરિત સંવિતના આર્ટ શોમાં 18 જેટલા પેઈન્ટિંગમાં હ્યુમન કંડિશનને આધારે માણસની પીડા કે અહેસાસની વાત કરાઈ છે. આ વાત આર્ટિસ્ટે તેના પેઈન્ટિંગ દ્વારા કરી છે.

પેઈન્ટિંગમાં કેટલાક કેરેક્ટર જે માણસ તરીકે દેખાતા નથી પણ રાક્ષસ તરીકે રજુ થયા છે: સંવિત
મારા પેઈન્ટિંગમાં કેટલાક કેરેક્ટર જે માણસ તરીકે દેખાતા નથી પણ રાક્ષસ તરીકે રજુ થયા છે જે બહારથી સારા દેખાતા માણસની અંદરનો ભાવ દર્શાવે છે. મારો આ આર્ટ શોમાં રજુ થયેલા પેઈન્ટિંગ એ માનવ સ્થિતિને સ્પષ્ટ કરવાનો પ્રયાસ છે. જે ભયાનક એકલતા અને આનંદની લાગણીઓનું અન્વેષણ છે. મારા એકાંત વચ્ચેના તમામ શેડ અહીં જોવા મળે છે. અહીં નામ વિનાના ભૂતિયા, માનવરૂપી આકૃતિઓ અને વિચિત્ર જીવો રજુ થયા છે જે ક્રૂરતા અને ચિંતા બંનેને મૂર્ત સ્વરૂપ આપે છે. આ આર્ટ શોમાં ચિત્રકાર વૃંદાવન સોલંકી, લેખક અભિજાત જોશી, નવજીવનનાં વિવેક દેસાઈ, સેન્ટરના ડિરેક્ટર નિહારીકા શાહ અને પૌરવી જોશીની હાજરીમાં શરૂ થયો છે.

ફોટો કેપ્શન:સંવિત જોશીએ તૈયાર કરેલું પેઈન્ટિંગ.

ફોટો કેપ્શન: આ આર્ટ શોમાં ચિત્રકાર વૃંદાવન સોલંકી, લેખક અભિજાત જોશી, નવજીવનનાં વિવેક દેસાઈ, સેન્ટરના ડિરેક્ટર નિહારીકા શાહ અને પૌરવી જોશીની હાજરીમાં શરૂ થયો છે.





