મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

‘When Indian Flowers Bloomed in Distant Lands’:કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં માસ્ટરવર્ક્સ ઓફ ટ્રેડ ટેક્સટાઇલ્સ’ પ્રદર્શન

Web Deskby Web Desk
ડિસેમ્બર 9, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
‘When Indian Flowers Bloomed in Distant Lands’:કસ્તૂરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં માસ્ટરવર્ક્સ ઓફ ટ્રેડ ટેક્સટાઇલ્સ’ પ્રદર્શન

અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં સુરતના તાપી કલેક્શનના સહયોગથી ટેક્સટાઈલ પરનું When Indian Flowers Bloomed in Distant Lands”, પ્રદર્શન શરૂ થયું છે.

‘When Indian Flowers Bloomed in Distant Lands’: અમદાવાદમાં શાહીબાગ ખાતે આવેલા કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમમાં સુરતના તાપી કલેક્શનના સહયોગથી ટેક્સટાઈલ પરનું When Indian Flowers Bloomed in Distant Lands”, પ્રદર્શન શરૂ થયું છે. 9 માર્ચ સુધી મ્યુઝિયમ ખાતે ચાલનારા આ પ્રદર્શનમાં આરંભિક યુગના અને રેરલી જોવા મળતા ભારતીય ટેક્સટાઈલ્સ રજુ થયા છે. આ પ્રદર્શનમાં મુલાકાતીઓ ભારતીય ટેક્સટાઈલ્સના સમૃદ્ધ વારસાને જાણી શકે છે. આ પ્રદર્શનમાં 700 વર્ષના સમયમાં ટેક્સટાઈલ્સ ક્ષેત્રે આવેલા 13મી સદીથી 20મી સદી સુધીના પરિવર્તનોની અમુલ્ય પસંદગી જોવા મળે છે તો વૈશ્વિક ફેશન અને વ્યાપાર પર ભારતની અમીટ છાપ અને પ્રભાવ પણ જોવા મળે છે.

ભારતીય ટેક્સટાઈલ્સ એ આધુનિક યુગ પૂર્વેના પૂર્વ-પશ્ચિમ વ્યાપારની કરોડરજ્જુ હતી, જેણે દૂર-દૂર સુધી પહોંચનારું નેટવર્ક સ્થાપિત કર્યું હતું. છેલ્લા 700 વર્ષોથી આપણા દેશના વણકરો, ચિતારાઓ તથા રંગરેજોએ અસાધારણ કાપડ તૈયાર કર્યા છે જેણે માત્ર ઘરેલુ માગને જ નથી પૂરી કરી, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારો પણ સર કર્યા છે. બંગાળના બારીક મલમલનો તો એટલો ભપકો હતો કે તે રોમના સેનેટરોની શાન ગણાતું હતું. ગુજરાતના બારીક રેશ્મી પટોળાની ઈન્ડોનેશિયામાં બોલબાલા હતી, જ્યારે કોરોમંડલ તટીય પેઇન્ટેડ કોટનને તો થાઈલેન્ડ અને જાપાનમાં અમૂલ્ય ખજાના તરીકે રાખવામાં આવે છે. ભારતની ચિન્તઝ (ચિતરેલ તથા રંગેલ સુતરાઉ કાપડ) અને વૈભવી કાશ્મીરી શાલ તો યુરોપમાં ફેશનનો ટ્રેન્ડ સેટ કરતી હતી, જ્યારે મદ્રાસના ક્લાસિક ચેક્સની લોકપ્રિયતા પશ્ચિમ આફ્રિકાથી માંડીને અમેરિકા સુધી ફેલાયેલી હતી.

કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમનાં ટ્ર્ટી જયશ્રી લાલભાઈ તાપી કલેક્શનના આ ટેક્સટાઈલના ખજાનાને પ્રદર્શન સ્વરૂપે લઈને આવ્યા છે.

આ અંગે વાત કરતાં કસ્તુરભાઈ લાલભાઈ મ્યુઝિયમનાં ટ્રસ્ટી જયશ્રી લાલભાઈએ કહ્યું કે, મારા માટે તાપી કલેક્શનના ખજાનાને લઈ આવવો એ સ્વપ્ન રહ્યું હતું. અમે પહેલા બાલુચારી ટેક્સટાઈલ્સ અહીં દર્શાવ્યું હતું અને હવે આ ટ્રેડ ટેક્સટાઈલ્સ પ્રદર્શિત કરી રહ્યા છે. આ તમામ કૃતિઓ સુંદર હોવાની સાથે આપણા ઇતિહાસનું અભિન્ન અંગ પણ છે. આ વખતે હું સૌથી વધુ જે વાતને માણી રહી છું તે છે મારી ભત્રીજી દીપિકા સાથે કામ કરવાની જેણે આ શોને આટલી સુંદરતાપૂર્વક સંશોધન કરીને કંડાર્યો છે. અમદાવાદના લોકો અહીં આવીને આ અદભુત ટેક્સટાઈલ્સને નિહાળે તે જોવા માટે હું ઉત્સાહિત છું. આ શોનું શિર્ષક ‘When Indian Flowers Bloomed in Distant Lands’ અત્યંત રોમાન્ટિક, અત્યંત કાવ્યાત્મક છે તે આપણને એ વિચાર પ્રદાન કરે છે કે આખી દુનિયાના લોકોમાં ભારતીય ટેક્સટાઈલ્સની કેટલી બધી માંગ રહેતી હતી.

દિપીકા શાહ જેઓ આ પ્રદર્શનના ક્યૂરેટર અને તાપી કલેક્શનના ડિરેક્ટર છે તેઓએ આ પ્રદર્શનના ઐતિહાસિક ટેક્સટાઈલ્સ પાછળની અલૌકિક અને જટિલ કહાણીઓની જાણકારી આપી હતી.

ક્યૂરેટર દિપીકા શાહે કહ્યું કે, When Indian Flowers Bloomed in Distant Lands”ના મુલાકાતીઓને આ ઐતિહાસિક ટેક્સટાઈલ્સ પાછળની અલૌકિક અને જટિલ કહાણીઓની જાણકારી આપે છે. અહીં આ પ્રદર્શનમાં કોરોમંડલ દરિયાકાંઠે ઉત્પાદિત ઉત્કૃષ્ટ, મોટા કદના ચિન્ટ્ઝ પાલમ્પોરનો સમાવેશ થશે, જેણે 17મી અને 18મી સદીમાં ધોવા યોગ્ય, તેજસ્વી પેટર્નથી યુરોપને મોહિત કર્યું હતું, આ ઉપરાંત ઇન્ડોનેશિયાના સુલાવેસીમાં તોરાજા વંશીય જૂથમાં ‘મા’ તરીકે ઓળખાતા ભારતના મોટા વંશપરંપરાગત વસ્ત્રો અને દક્ષિણપૂર્વ એશિયાના રાજાઓ અને સુલતાનો પર પ્રભાવ પાડતા ગુજરાતના ડબલ-ઇકત રેશમના પટોલાનો પણ સમાવેશ થશે. મુલાકાતીઓને ઈજિપ્તના હાલના કૈરો શહેરની નજીક ફુસ્ટાતમાં ખનન દરમિયાન મળી આવેલા રેરલી જોવા મળતા વસ્ત્રોને નિહાળવાની પણ તક મળશે. આ ઉપરાંત તેઓ જાપાનના રાજવીઓ અથવા ડાઈમયોસ દ્વારા ટી સેરિમનીમાં ઉપયોગમાં લેવાતા બટવાઓ અને વિટાળવાના રેપર્સના પ્રતિષ્ઠિત ‘સારસા’ અવશેષોને પણ નિહાળી શકશે. અન્ય ચીજોમાં સુંદર કાશ્મીરી શાલનો સમાવેશ થાય છે, જે એક સમયે યુરોપના ઉમરાવોની પહેલી પસંદગીની ચીજોમાં સામેલ હતી. આ માસ્ટરપીસ ભારતીય વસ્ત્રોના ઇતિહાસ અને અપ્રતિમ વિવિધતાની ઉજવણી કરે છે.

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
Abhishek Bachchan and Aishwarya Rai were spotted together: મુંબઈ લગ્નમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એકસાથે જોવા મળ્યાં

Abhishek Bachchan and Aishwarya Rai were spotted together: મુંબઈ લગ્નમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એકસાથે જોવા મળ્યાં

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.