અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થએ સોશિયલ મિડીયા હેન્ડલ પરથી તેમનાં લગ્નનાં ફોટોઝ ફેન્સ સાથે શેર કર્યાં હતાં. નજીકનાં લોકોની હાજરીમાં થયેલી આ ખાનગી સેરેમનીમાં બંનેએ પરંપરાગત દક્ષિણ ભારતીય વસ્ત્રોમાં સજ્જ સુંદર જણાઇ રહ્યાં હતા. આ અગાઉ બંનેએ આવી જ રીતે ફેન્સને સગાઇની પણ અચાનક જાણ કરીને ચોકાવી દીધાં હતાં. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અદિતીએ રોમેન્ટિક શબ્દોથી સિદ્ધાર્થ માટેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને પોતાને મિસ્ટર એન્ડ મીસિસ અદુ એન્ડ સિધ્ધુ કરીને સંબોધન કર્યું હતું.
બંને ફિલ્મી કલાકારોની પ્રેમ કહાની અજય ભૂપતિની ફિલ્મ મહા સમુદ્રમનાં સેટ પરથી શરૂ થઇ હતી. ત્યારબાદ બંને ઘણી ઇવેન્ટ્સમાં સાથે જોવા મળ્યાં હતાં અને મિડીયામાં તેમણે એક બીજાને પાર્ટનર્સ તરીકે ઓળખાવ્યાં હતાં. બંનેની જ્યારે સગાઇનાં ફોટોઝ બહાર આવ્યાં ત્યારે લોકોને લાગ્યું કે બંનેએ લગ્ન કરી લીધાં છે પણ અદિતીએ ઇન્સ્ટાગ્રામ પર “એન્ગેજ્ડ” શિર્ષક સાથે ફોટોઝ શેર કરીને લોકોની ગેરસમજ દૂર કરતાં જણાવ્યું કે તેમની સગાઇ થઇ છે.
અદિતી અને સિદ્ધાર્થનાં આ બીજા લગ્ન છે અને બંને આ નવી શરૂઆતમાં ખૂબ જ ખુશ દેખાય છે.





