Yuzvendra Chahal & Dhanashree Verma Divorce: ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના ડિવોર્સની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. જોકે, બંનેએ આ ચર્ચાઓ પર કોઈ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. પરંતુ હવે યુઝવેન્દ્ર અને ધનશ્રીને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. ધનશ્રી અને યુઝવેન્દ્ર આખરે છૂટાછેડા લઈ રહ્યા છે. આ દંપતીએ 18 મહિના જુદા રહ્યાં બાદ મુંબઇ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સમાચારથી દંપતીના ચાહકોનું દિલ તૂટી ગયું છે. કોર્ટમાં હાજર રહેલા વકીલે એબીપી ન્યૂઝને જણાવ્યું હતું. ડિવોર્સ અને તમામ ઔપચારિકતાઓની અંતિમ સુનાવણી માટે સવારે ૧૧.૦૦ વાગ્યાથી જ બંને ફેમિલી કોર્ટમાં હાજર હોવાનું વકીલ મારફતે બહાર આવ્યું હતું.
ન્યાયાધીશે બંનેને કાઉન્સેલર પાસે મોકલ્યા, જે લગભગ 45 મિનિટ સુધી ચાલ્યું હતું. વકીલે કહ્યું ધનશ્રી અને યુઝવેન્દ્રએ જજે પૂછેલા સવાલનો જવાબ આપતા કહ્યું કે હા, બંને પરસ્પર સહમતિથી એકબીજાને છૂટાછેડા આપી રહ્યા હતા. અન્ય એક સવાલનો જવાબ આપતા બંનેએ જજને જણાવ્યું હતું કે, તેઓ 18 મહિનાથી એકબીજાથી અલગ રહેતા હતા. ઉલ્લેખનીય છે કે, પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાના કિસ્સાઓમાં દંપતીને ઓછામાં ઓછા એક વર્ષ સુધી એકબીજાથી અલગ થવું પડશે, જે આવા કિસ્સાઓમાં છૂટાછેડાનો આધાર બની જાય છે.
હાલ ચાલતી ખબરો અનુસાર જાણવા મળ્યું છે કે ધનશ્રી યુઝવેન્દ્ર પાસેથી 60 કરોડની એલીમોની લેશે.
આ ઉપરાંત ધનશ્રી અને યુઝવેન્દ્રને જજ દ્વારા અલગ થવાનું કારણ પૂછવામાં આવ્યું હતું અને એકબીજાના છૂટાછેડાનું કારણ જણાવ્યું હતું. ત્યારબાદ જજે ચુકાદો આપ્યો કે કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે યુઝવેન્દ્ર અને ધનશ્રી વચ્ચે હવે પતિ-પત્નીના સંબંધો નથી. ન્યાયાધીશે સાંજે ૪.૪૦ વાગ્યાની આસપાસ બાંદ્રાની ફેમિલી કોર્ટમાં ચુકાદો આપ્યો હતો.
ચાર વર્ષ પહેલા યુજવેન્દ્ર અને ધનશ્રી વર્માના લગ્ન થયા હતા. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા હતા. જોકે લગ્ન બાદ તેમની વચ્ચેનો આ પ્રેમ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યાર બાદ લાંબા સમય સુધી આ કપલના ડિવોર્સના સમાચાર સાંભળવા મળ્યા હતા. જોકે, આ કપલે ક્યારેય આ વિશે ખુલીને વાત કરી નહોતી.





