અમદાવાદના ટ્રાવેલ પ્લાનર હાર્દી ઓઝા પટેલ ખાસ એક્ઝોટિક સેગમેન્ટમાં છેલ્લાં બાર વષૅથી આ પ્રાેફેશનમાં કામ કરી રહ્યાં છે અને પોતાની ‘વેલ્વેટ એસ્કેપ’ કંપનીનાં અંતગૅત પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં પ્રવાસો ડિઝાઇન કયાૅં છે. અત્યાર સુધી 70 થી વધારે દેશોમાં ટ્રાવેલ કરી ચૂકેલાં હાર્દી, હાલમાં જ, IIM બેંગ્લોરમાં ગોલ્ડમેન સેચ્સ દ્વારા આયોજિત ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમમાં પસંદ થઈ હતી. આ કાર્યક્રમમાં દેશભરમાંથી 10,000થી વધુ મહિલા ઉદ્યમશીલોને પસંદ કરવામાં આવે છે, અને તેઓને વ્યાપારના વિવિધ પાસાઓ પર તાલીમ આપવામાં આવે છે. હાર્દીએ આ 4 મહિનાની તાલીમ દરમિયાન ઉદ્યોગસાહસિકતા અને વ્યાપાર વિસ્તરણ વિશે અત્યંત મહત્વની જાણકારી મેળવીને પોતાના કાયૅક્ષેત્રમાં એક કદમ આગળ વધ્યાં છે.
તેમની સાથેની વાતચીતમાં હાર્દીએ જણાવ્યું કે મારા મતે પ્રવાસ એટલે કોઇપણ ડેસ્ટિનેશનને ઊંડાણમાં અનુભવવું, જેમકે ત્યાંની સંસ્કૃતિ, જમણ, વાતચીતની ભાષા, ત્યાંનાં લોકોનાં વિચારો, તહેવારો અને તેમનાં ઘરો. આ કોન્સેપ્ટને હું એક્સપિરિયન્શિયલ ટ્રાવેલિંગ કહું છું. મોટાભાગનાં ટ્રાવેલ લવસૅ આનાથી હજુય અજાણ છે. લોકોને ઉદયપુર એટલે તળાવો, મહેલો, મંદિરો અને શોપિંગની જ ખબર છે, જ્યારે મારા માટે ઉદયપુરની વ્યાખ્યા રાજાશાહી છે, જેથી ઉદયપુરનો પ્રવાસ જો હું ડિઝાઇન કરું તો તેમાં રાવલા નરલાઇમાં 4000 દિવાઓ વચ્ચે ડિનર અને ત્યાં હાથી પર સવારીથી એન્ટ્રી આઇટીનરીમાં રાખું. આ જ રીતે અબુદાભીમાં જીરાફ સાથે બ્રેકફાસ્ટ અને બાલીમાં સિંહ સાથે ડિનર આ પ્રકારની યુનિક એક્ટિવિટીઝને હું પ્લાન કરું છું.

મેં જોયું છે કે મોટી મોટી ટ્રાવેલ કંપનીઓ વર્ષોથી એક જ પ્રકારની આઇટીનરી (પ્રવાસની વિગતો) બનાવે છે, તે હજી સુધી બદલાઇ નથી. કારણ કે, લોકોમાં હજુય અવેરનેસ આવવાની બાકી છે, જેમ કે, કોઇ યુરોપની ટ્રીપ પ્લાન કરે તો તેમને માત્ર પેરિસ અને એફિલ ટાવર જોવાની જ ઘેલછાં હોય છે, પણ ખરેખર તો ફ્રાન્સમાં મોન્ટે કાર્લો, કોલોન, નીસ, મોનાકો અને એનેસી જેવા સુંદર સ્થળો પણ પેરિસ જેટલાં જ રસપ્રદ અને સુંદર છે.

બોક્સ – હાર્દી પ્રવાસ માટે આ સ્થળો સજેસ્ટ કરે છે.
ટ્રાવેલ લવસૅને હું સજેસ્ટ કરીશ કે, યુનિક અને અનએક્સપ્લોર્ડ સ્થળો લોકોએ સજેસ્ટ કરવાં જોઇએ, અને હંમેશા જગ્યાને અનુભવવાનું લક્ષ્ય હોવું જોઇએ. મારા મતે ઇઝરાયલ, ઇરાન, મોરોક્કો, બ્રાઝીલ, લિથુએનિયા, સ્લોવેનિયા વગેરે જેવાં યુનિક સ્થળો ખાસ જવું જોઇએ, કારણ કે ત્યાંની સંસ્કૃતિ, હેરિટેજ, હિસ્ટ્રી, ફૂડ વગેરે અત્યંત આકષૅક છે.

બોક્સ – રામાયણનાં સ્થળો પર નવી આઇટીનરી તૈયાર કરશે.
હાલ હું ભગવાન રામ જ્યારે વનવાસ ગયા હતા અને જે જંગલોમાં રહ્યાં હતાં તેનાં પર રિસચૅ કરી રહી છું. જેથી હું રામાયણ પર આધારિત એક નવી આઇટીનરી તૈયાર કરી શકું. આ માટે હું પોતે મધ્યપ્રદેશનાં આ જગંલોમાં ફરી છું અને તેનો મેપ પણ મેં તૈયાર કર્યો છે.





