અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના સંબંધો વિશે અફવાઓએ ફરીથી હવા પકડી છે. બોલિવુડનાં આ પ્રતિષ્ઠિત દંપતિનાં છૂટાછેડાની ચર્ચાઓ સોશિયલ મીડિયા અને મિડીયા સર્કલ્સમાં નવી હલચલ જગાવી છે. આ વખતે બંને વચ્ચે નિમ્રત કૌર આવી હોવાનું સંભળાઇ રહ્યું છે.
આ અફવાઓ ઘણાં વખતથી ચાલી રહી હતી, પરંતુ અંનંત અંબાણીનાં લગ્નમાં ઐશ્વર્યાએ આખા લગ્ન અલગથી એટેન્ડ કર્યાં જેના લીધે લોકોમાં તેમનાં ડિવોર્સની વાત ચર્ચાઇ હતી. ત્યાબાદ હવે રેડિટ પર એક યુઝર્સે આ ડિવોર્સનું કારણ નિમ્રત કૌર કહેવાઇ રહ્યું છે. નિમ્રત પર અભિષેક અને ઐશ્વર્યાનો સંબંધ તોડવાનો દોષ આવી રહ્યું છે. કહેવાય છે કે દાવસી નામની વેબ સિરિઝમાં અભિષેક અને નિમ્રતે સાથે કામ કર્યાં બાદ બંને વચ્ચે રોમેન્ટિક સંબંધ પાંગર્યો હતો.

જો કે નિમ્રત કૌર પણ બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી છે, જેઓએ વિવિધ પ્રોજેક્ટ્સમાં પોતાની છાપ છોડી છે, જેમાં લંચ બોક્સ ફિલ્મથી તે જાણીતી બની હતી.
જો કે આ અફવામાં સત્ય કેટલું છે, તે જાણી શકાયું નથી. બચ્ચન પરિવાર પોતાની વ્યક્તિગત બાબતોને લઇને મિડીયાથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે. અત્યાર સુધીમાં અભિષેક કે ઐશ્વર્યાએ તેમનાં ડિવોર્સની વાતની પુષ્ટિ કરી નથી, જેથી સત્ય શું છે તે કહેવું મુશ્કેલ છે.
અભિષેક અને ઐશ્વર્યાનાં લગ્ન 2007માં થયાં હતા અને તેમનું દાંપત્યજીવન એકદમ સુખી રહ્યું છે. બોલિવુડનું આ એક પાવર કપલ્સનાં લિસ્ટમાં સ્થાન પામ્યું છે. બંનેની દિકરી આરાધ્યા બચ્ચનના આવ્યા પછી બંનેનો સંબંધ વધુ મજબૂત બન્યો.
આ અફવાઓથી ફેન્સ આ ડિવોર્સની અફવાઓથી ડિર્સ્ટબ થયાં છે અને બધા વિશ કરે છે કે આ ખબરો ખોટા હોય અને બંને સાથે રહે.
આ બધી જ અફવાઓથી નિમ્રત કૌરે કોઇ પ્રતિક્રિયા આપી નથી.





