An 11-year-old boy’s doodle art show at Samara Art Gallery: આ અમદાવાદનાં છોકરાની ઉંમર માત્ર 11 વર્ષ છે પણ તે તેની ઉંમરને ખોટી પાડે છે. જે મેચ્યોરિટી સાથેનું કામ યંગ આર્ટિસ્ટ ન કરી શકે તે આ અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કુલમાં છઠ્ઠા ધોરણમાં ભણતા છોકરાએ કર્યું છે. આ આર્ટિસ્ટ બોય એટલે શૌર્ય ચૌધરી કે જેનું અમદાવાદની સમરા આર્ટ ગેલેરી ખાતે પ્રથમ વખત ડૂડલ્સ પર આર્ટ શો શરૂ થયો છે. જેમાં 30 જેટલા ડૂડલ આર્ટ પરના વર્ક જોવા મળે છે. માત્ર 11 વર્ષની ઉંમરે શૌર્ય કોઈની પણ કોપી કર્યા વિના માઈન્ડમાં જે આવે તે પેપર પર પોતાની પેન ચલાવતા એક આત્મવિશ્વાસ સાથે કામ કરે છે અને તેની ઉંમરને ખોટી પાડે છે. કોવિડમાં લોકો જ્યારે ઘરમાં બેસીને ગભરાતા હતાં ત્યારે શૌર્યને આ સમયમાં જ આર્ટનો સ્પાર્ક થયો.આજે તેના ડૂડલ્સ લહેરી, ઊંડાણ અને રમતિયાળતાના તત્વોને જોડે છે, જે જુએ છે તે કોઈપણને મોહિત કરે છે. શૌર્યએ લક, ટાઈમ મેનેજમેન્ટ, રોબોટ વગેરે ટાઈટલને લઈને એબ્સ્ટ્રેક્ટ ડૂડલ આર્ટ પરના ચિત્રો અહીં રજુ કર્યા છે.

કોરોના સ્પાર્ક, મનમાં જે આવે તેના પર ડૂડલ આર્ટ કરતોઃ શૌર્ય ચૌધરી
જ્યારે કોરોના હતો ત્યારે હું બોર થતો હતો પણ જેવું પેપર પેન લઈને બેસતો ત્યારે મનમાં જે આવે તે દોરતો હતો.મારો કોવિડ ટાઈમનો આ સ્પાર્ક પછી તો જુસ્સામાં પરિવર્તિત થયો અને હું ડૂડલ આર્ટ કરવા લાગ્યો. એહીં મે વિચિત્ર થીમ્સ ઉપર આર્ટ વર્ક કર્યું છે. મારા મનમાં જે વિચાર આવે તેને હું પેપર ઉપર પેન લઈને ડૂડલ કરવા લાગતો હતો. મારા આ કલેક્શનને અહીં રજુ કરાયું હતું.

ફોટોલાઈનઃશૌર્યએ લક, ટાઈમ મેનેજમેન્ટ, રોબોટ વગેરે ટાઈટલને લઈને એબ્સ્ટ્રેક્ટ ડૂડલ આર્ટ પરના ચિત્રો અહીં રજુ કર્યા છે.





