નવું વર્ષ શરૂ થઈ ગયું છે. તબિયતની રીતે હવે ખરા અર્થમાં જાગી જવાની જરૂર છે. આપણા શરીરમાં વત્ત, કફ અને પિત્તનું અસંતુલન સર્જાય ત્યારે શરીરમાં કોઈકને કોઈક વ્યાધિ થાય છે એટકે કે રોગ થાય છે. શરીરની તમામ એનર્જીને વાત, પિત્ત અ કફ જ બેલેન્સ કરે છે. આહાર, નિદ્રા અને બ્રહ્મચર્યનું સ્વસ્થ જીવનમાં બહુ મહત્વ છે. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં તાજેતરમાં નવા વર્ષની હેલ્ધી શરૂઆત વિષય પર એક ડિસ્કશન યોજાઈ જેમાં ઈટરનેશલ આયુર્વેદ કન્સલ્ટન્ટ અને આયુલિંક આયુર્વેદાના ફાઉન્ડર વૈધ પ્રેરક શાહે આમ કહ્યું હતું. તેમની સાથે ડો.પંડ્યાઝ ન્યુરોપંચના આયુર્વેદાના વૈધ દિનેશચંન્દ્ર પંડ્યા પણ જોડાયા હતાં.

આપણી લાઈફસ્ટાઈલ જ સુખદુખનું કારણ છેઃ
મોટા ભાગના કિસ્સામાં આપણી લાઈફસ્ટાઈલ જ રોગ કે સુખ દુખનું કારણ છે તેમ કહેતાં વૈધ દિનેશચંન્દ્ર પંડ્યાએ કહ્યું કે,જો તમે આ પાંચ બાબતોનો ફોલો કરશો તો સ્વસ્થ રહેશો.
સ્વસ્થ રહેવા આ પાંચ વાતને ફોલો કરોઃ
1 સવારે વહેલાં ઉઠો અને રાત્રે વહેલા સૂઈ જાવ. સવારે બ્રહ્મમુહૂર્તમાં હવામાં ઓઝોનનું પ્રમાણ વધારે હોય છે જે આપણા શરીર માટે જરૂરી છે.
2 તમારા શરીરમાં પાચનની (મેટાબોલિજમ) ક્રિયા યોગ્ય રીતે થવી જોઈએ. જે ખાવ છો તે પચવું જોઈએ. જો ન પચે તો શરીરમાં ક્યાંય ગડબડ છે તેમ સમજવું. આ સ્થિતીમાં ઉપવાસનો સહારો લો. બે દિવસ માત્ર મગના પાણી ઉપર આવી જશો તો પણ ઘણો ફાયદો થશે.
3 ડાયેટ નક્કી કરો. માત્ર બે વખત જમો તેમાં પણ રાત્રે ખીચડી કે બીજુ કોઈ હળવું ભોજન લો. બ્રેકફાસ્ટ કરો તો તેમાં કેલરીનું પ્રમાણ જોઈને પચવામાં એકદમ હલકો હોય તેવો બ્રેકફાસ્ટ પસંદ કરો. ચ્હા કોફી દિવસમાં માત્ર બે વખત જ લો.
4 ઉષઃપાન એટલે કે સવારે ઉઠો એટલે તરત જ લોટો ભરેલું પાણી પીવો. રાત્રે તાંબાના પાત્રમાં ભરેલું પાણી સવારે પીવાથી લાભ થાય છે. ત્રિફળા ચૂર્ણ પાચનક્રિયા સુધારે છે અને તે એક ચમચી રોજ સવારે લેવાથી દિવસ આનંદમય પસાર થાય છે.
5 સવારે મેડિટેશન-પ્રાણાયામ કરવાથી માનસિક શાંતિ મળે છે અને પોઝિટીવ રહેવાય છે.





