આજથી 100 વર્ષ પહેલાં જે મહિલા ગાયિકાઓએ સંગીતની ઓરલ ટ્રેડિશન શરૂ કરી હતી તે આપણી માટે એક વારસા સમાન છે. પછી તે સિંગર રસુલનબાઈ હોય, જોહરાબાઈ હોય કે સિધ્ધેશ્વરીજી હોય. આવી તો અનેક ગાયિકાઓ બનારસ, લખનૌ, દિલ્હી, આગ્રામાં થઈ ગઈ જેમણે માત્ર રાજાના દરબારમાં જ નહીં દેશભરમાં જ્યાં આમંત્રણ મળતું ત્યાં જતી અને ઠુમરી, દાદરા અને ગઝલ ગાયકી રજુ કરતી. આ ગ્રામોફોનનો સમય હતો જેમાં આ મહિલાઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. આમ કહ્યું દિલ્હીનાં સિંગર વિદ્યા શાહે. અમદાવાદના નટરાણી એમ્ફિ થિયેટરમાં તેમનું પરફોર્મન્સ આપ્યું હતું.
વિદ્યા શાહે ‘પ્રોજેક્ટ વિમેન ઓ્ન રેકોર્ડ’પર કામ કર્યું છે જેમાં દેશની 60 વર્ષ પહેલાં ગ્રામોફોન યુગની એવી મહિલા ગાયિકાઓની વાત છે જેમણે ગ્રામોફોન પર ગાઈને રાજાના દરબારમાં કે કાર્યક્રમોમાં લોકોને મનોરંજન તો આપ્યું હતું.પણ તેમનો કોઈ રેકોર્ડ જ નથી એટલે કે ડોક્યુમેન્ટેશન જ થયું નથી.આ રીતે તેઓ આ મહિલા ગાયિકાઓની વાત તેમજ તેમણે ગાયેલા સોન્ગને સ્ટોરી ટેલિંગ સાથે રજુ કરે છે. વિદ્યા શાહે 12 વર્ષની ઉંમરે સંગીતની દુનિયામાં તેણીની સફર શરૂ કરી હતી જ્યારે તેણીએ દક્ષિણ ભારતીય શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું અને એક યુવાન કર્ણાટિક ગાયક તરીકે ઓળખ મેળવ્યા પછી શુભા મુદગલ પાસેથી ખયાલનું માર્ગદર્શન મેળવ્યું અને શાંતિ હીરાનંદ પાસેથી ઠુમરી, દાદરા અને ગઝલ ગાયકી શીખ્યા. વિદ્યાશાહ એક વાતચીતમાં કહે છે, આપણા દેશમાં 100 વર્ષ પહેલાં સંગીતની ઓરલ ટ્રેડિશનનો દબદબો હતો
આજે યંગસ્ટર્સ લતાજી કે તે પછીના ગાયક-ગાયિકાઓને ઓળખે છે પણ ભારતમાં 110 વર્ષ પહેલાં સંગીતની ઓરલ ટ્રેડિશનનો એક દબદબો હતો. તેને આજની જનરેશન ઓળખતી જ નથી. તે વખતે દરબારમાં ગાયિકાઓ ગાતી. વારાણસીના સુપ્રસિદ્ધ હિન્દુસ્તાની ગાયિકા સિદ્ધેશ્વરી દેવી કે પછી રસૂલન બાઈ કે અન્ય મહિલા ગાયિકાઓની વાત કરીએ તો તેઓ ખયાલ, દ્રુપદ, કજરી, ચૈતી, હોરી જેવી રચનાઓને સંગીતની અદભૂત નોટ્સ અને અવાજ મોડ્યુલેશન દ્વારા સંગીત પ્રેમીઓ રાજાઓ કે લોકો પર ઉંડી અસર કરતી હતી. આ મહિલાઓના સંગીતને સેલિબ્રેટ કરીને હું આ રીતે તેમને ટ્રિબ્યૂટ આપું છે.





