India’s Got Latent 2’s Samay Raina, Medha Shankr Break Silence On December Wedding Rumours: ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ 2’થી જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના અને બોલિવૂડ અભિનેત્રી મેધા શંકર છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. અભિનેત્રી સમયના શો ‘IGL 2’માં જોવા મળ્યા બાદ તેમના અફેરની ચર્ચાઓ વધુ તેજ બની હતી. આ દરમિયાન, તેમના લગ્નને લગતી એક રેડિટ (Reddit) પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સમયના પરિવાર સાથે સંકળાયેલા હોવાનો દાવો કરતા એક રેડિટ યુઝરે જણાવ્યું હતું કે આ કથિત જોડી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાનું આયોજન કરી રહી છે. જોકે, હકીકત એ છે કે સમય અને મેધા 2026ના છેલ્લા મહિનામાં લગ્ન કરી રહ્યા નથી. Times nowના એક રિપોર્ટમાં આમ જણાવાયું હતું.
લગ્નની અફવાઓ પર સમય રૈના અને મેધા શંકરની પ્રતિક્રિયા:
‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ ૨’ના પેનલિસ્ટ સમય રૈનાએ અભિનેત્રી મેધા સાથે ડિસેમ્બરમાં થનારા લગ્નના સમાચાર પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. સ્ટેન્ડ-અપ કોમેડિયને આ અટકળોને હસી કાઢતા પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું: “ડિસેમ્બરમાં તો મારો ઇન્ડિયા ટૂર છે @medhashankr, માફ કરજે આપણે પાછું ઠેલવું (પોસ્ટપોન કરવું) પડશે.” તેણે આ સાથે ‘ઝૂઠ બોલે કૌવા કાટે’ ગીત પણ જોડ્યું હતું.
’12મી ફેલ’ ફિલ્મમાં પોતાના અભિનય માટે જાણીતી મેધાએ પણ સમય સાથેના લગ્નની અફવાઓ પર મૌન તોડ્યું હતું. અભિનેત્રીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ ફરીથી શેર કરતા જણાવ્યું કે તે કેવી રીતે આવી તમામ ‘પાયાવિહોણી લગ્નની અફવાઓ’ને નજરઅંદાજ કરી રહી છે. તેણે સમયની પ્રતિક્રિયા પર પણ રિએક્ટ કરતા હસવાના ઇમોજી મૂક્યા હતા.





