બુધવાર, ઓગસ્ટ 26, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

મહીપ કપૂરે સ્વીકાર્યું કે સંજય કપૂરની સાથે તેનો પ્રેમ દારૂ પીને વન નાઇટ સ્ટેન્ડથી શરૂ થયેલો.

Shraddha Bilwalby Shraddha Bilwal
નવેમ્બર 15, 2024
in Blog
Reading Time: 3 mins read
Maheep Kapoor had a one night stand with Sanjay kapoor and never knew she would marry him.

મહીપ અને સંજય કપૂર પોતાના ઘરની બાલ્કનીમાં ક્યૂટ પોઝમાં એક સાથે.

Fabulous lives of Bollywood wives: નેટફ્લિક્સના પોપ્યુલર શો “ફેબ્યુલન્સ લાઇવ્ઝ બોલિવુડ વાઇવ્ઝ”થી બોલિવુડનાં જાણીતા અભિનેતાઓની પત્નીઓ આ શોથી જાણીતી બની, જેમાં સૌથી મહત્વનું નામ મહીપ કપૂર છે. શો પર એક એટ્રેક્ટિવ, સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને સ્ટ્રોંગ પર્સનાલિટી તરીકે ઉભરી આવતી મહીપ કપૂર સંજય કપૂર (અનિલ કપૂરના ભાઇ)નાં પત્ની છે. 2022થી શરૂ થયેલાં આ શોની ત્રીજી સિઝનમાં ચાહકોને મહીપ અને અભિનેતા સંજય કપૂર સાથેની કેમિસ્ટ્રી ખૂબ ગમી છે.

મહીપે તાજેતરમાં એક હાસ્ય કલાકાર રૌનક રાજાણીનાં શોમાં પોતાની હાજરી આપી હતી. જ્યાં તેણે તેનાં પતિ સાથેની પહેલી મુલાકાતને યાદ કરી હતી. તેણે કહ્યું કે તેણીએ એક પાર્ટીમાં ગેટક્રેશ કર્યો હતો ત્યારે સંજયને તે પહેલી વાર મળી હતી. તેની લવસ્ટોરીને યાદ કરીને કહ્યું હતું કે “અમારી લવસ્ટોરી સિમ્પલ હતી. મેં એક પુરુષ સાથે વન નાઇટ સ્ટેન્ડ કર્યું હતું અને મને ક્યારેય ખબર નહોતી કે હું તેની સાથે લગ્ન કરીશ. મેં આ પાર્ટીમાં ગેટક્રેશ કર્યો હતો, ત્યાં તેમને મળી હતી. પીધેલી હાલતમાં હું આખા પરિવાર – જેમાં સાસુ-સસરાને મળેલી. તમે લોકો મારા કુટુંબને ઓળખો છો ને? અનિલ, સુનિતા, શ્રી (શ્રીદેવી). હું પીધેલી હાલતમાં પડી ગઇ હતી.

View this post on Instagram

A post shared by RelationShit Advice (@relationshitadvice_clips)

મહીપે ઉમેર્યું હતું કે, “આ બધાંયે મને આ હાલતમાં જોઇ તે છતાંય મારો સ્વીકાર કર્યો અને કહ્યું કે, ‘વાહ, કેવી અદ્ભુત ભાવિ પુત્રવધૂ છે.’ તેઓએ ખુલ્લા હાથે મારું સ્વાગત કર્યું. માહીપે ત્યાં બેઠેલી ઓડિયન્સને કહ્યું કે, જુઓ અમારી પાસે પ્રોપોઝ કરવાનું અને એવું બધું નહોતું. હું તો તમારા બધાંય કરતાં ઘણી મોટી છું. ત્યારે અમારી પાસે ઇન્સ્ટાગ્રામ નહોતું, જેથી અમને ફરક નહોતો પડતો. મને તો સંજયે માત્ર એમ જ કીધેલું કે, જો આપણે લગ્ન કરી રહ્યાં છીએ.”

તેણીએ વધુમાં કહ્યું કે, “અમે ૧૯૦૦ના દાયકામાં (નાઈટક્લબ)માં હતા. અમે નશામાં ધૂત હતા અને પાર્ટી કરતા હતા. તેણે કહ્યું, ‘ઠીક છે, આપણે લગ્ન કરી રહ્યા છીએ.’ તેથી, મારા ટકિલા શોટ્સની વચ્ચે, મેં કહ્યું, ‘ઠીક છે, સરસ.’ બસ, એ જ વાત હતી.” તેણે ઉલ્લેખ કર્યો હતો કે, લગ્ન પહેલાં તે સંજયને પાંચ વર્ષ સુધી ડેટ કરી હતી, ત્યારથી તે 30 વર્ષથી તેની સાથે છે.

જો કે, તેમના લગ્ન સંપૂર્ણપણે સરળ અને સપનાની દુનિયા જેવા રહ્યાં નથી. પોતાના શોની પહેલી સીઝનમાં મહીપે ખુલાસો કર્યો હતો કે આ પહેલા તેમના લગ્ન દરમિયાન તેના અને તેના અભિનેતા પતિ સંજય કપૂરે તેની સાથે છેતરપિંડી કરી હતી. જો કે, મહીપે ત્યારે આ ભૂલને અવગણવાનું પસંદ કર્યું હતું અને પોતાના બાળકો માટે પોતાનું લગ્ન સુરક્ષિત રાખવાનો નિર્ણય લીધો હતો.

મહીપે આ શો દરમિયાન સીમા સજદેહને કહ્યું હતું કે, “સીમા, તને હવે આ વાતની ખબર પડી ગઇ છે. સંજયે લગ્નજીવનમાં ભૂલો કરી હતી કે જે કંઇ કર્યું હોય. ત્યારે હું શનાયાને લઇને ઘરની બહાર નીકળી ગઇ હતી, મેં મારી જાત માટે સ્ટેન્ડ લીધું હતું. પરંતુ મારી પાસે એક નવજાત બાળક હતું અને એક સ્ત્રી તરીકે, એક માતા તરીકે હંમેશા તમારી પ્રાથમિકતા તમારું બાળક હોય છે. હું મારી પુત્રી પાસેથી તેનાં અદ્ભૂત પિતા છીનવી લેવા નહોતી માંગતી અને હું આ વાતની ઋણી છું. આજે હું પાછું વળીને જોઉં છું ત્યારે મને લાગે છે કે જો મેં આ સંબંધ તોડી નાખ્યો હોત તો મને આખી જીંદગી પસ્તાવો રહ્યો હોત, કારણ કે જ્યારા મારા બાળકો ઘરે આવે છે અને મારા પતિ ઘરે આવે છે ત્યારે મારું આ ઘર તેમના માટે અભ્યારણ્ય છે. તેમને અહીંયા શાંતિનો અનુભવ થાય છે અને મને લાગે છે કે સંજય પણ મને તેવો જ અનુભવ કરાવે છે.”

સંજય કપૂર એ બોની કપૂર અને અનિલ કપૂરનો સૌથી નાનો ભાઈ છે. મહીપ અને સંજયના લગ્ન 1997માં થયા હતા. તેઓએ 1999 માં તેમના પ્રથમ બાળક, પુત્રી શનાયા કપૂરનું સ્વાગત કર્યું હતું. 2006માં તેમને એક પુત્ર જહાન કપૂર થયો હતો.

Tags: Fabulous Lives Of Bollywood WivesMaheep KapoorOTTSpecialSanjay Kapoor

Latest Post

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં
BOLLYWOOD GOSSIP

Sidharth Malhotra, Tamannaah Bhatia Star in Fantasy Thriller The Vvaan: ફૅન્ટસી થ્રિલર ‘ધ વાન’માં સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા મુખ્ય ભૂમિકામાં

ઓગસ્ટ 26, 2026
Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Next Post
ભાવ,રાગ અને તાલના સમન્વય સમાન ‘ભારતકૂલ’ મહોત્સવમાં ઓસમાણ મીરે ગીત સંગીતની રંગત જમાવી

ભાવ,રાગ અને તાલના સમન્વય સમાન ‘ભારતકૂલ’ મહોત્સવમાં ઓસમાણ મીરે ગીત સંગીતની રંગત જમાવી

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.