Nayanthara’s Birthday 2024: 18 નવેમ્બરના રોજ લેડી સુપરસ્ટાર નયનતારા 40 વર્ષની થઈ ગઈ છે. પોતાના આ ખાસ દિવસની ઉજવણી માટે અભિનેત્રી અને તેના પતિ ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન 17 નવેમ્બરના રોજ દિલ્હીની મુલાકાતે આવ્યા હતા. તેમની મુસાફરી દરમિયાન, આ દંપતીએ કનોટ પ્લેસની એક સ્થાનિક અને પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું, સામાન્ય જનતાની જેમ જ ભીડની વચ્ચે તેમણે ભોજન માળ્યું. વિગ્નેશે ઈન્સ્ટાગ્રામ પર આ માટેનો વિડીયો શેર કર્યો હતો, જેમાં તેમને 30 મિનિટ લાંબી લાઇનમાં ઊભા રહ્યાં બાદ, સેન્ટર ટેબલ મળ્યું હતું અને સામાન્ય લોકોની વચ્ચે ડિનર લીધું હતુ.
આ વીડિયોમાં રેસ્ટોરન્ટનું નામ કાકે દા ઢાબા એમ બતાવતું હતું. ત્યારબાદ લોકોને કતારમાં ઉભેલાં દર્શાવાયા હતાં. ત્યા તેઓ સીડીઓ પર ચડ્યા અને મોજમસ્તીથી ભરેલું ભોજન લીધું. નયનતારાએ કેઝ્યુઅલ વ્હાઇટ ટી-શર્ટ પહેર્યું હતું, જ્યારે તેના પતિએ વ્હાઇટ શર્ટ પસંદ કર્યું હતું. બંનેએ બેસીને કેટલીક ઉત્તર-ભારતીય વાનગીઓનો સ્વાદ માણ્યો હતો.
વિગ્નેશે આ વીડિયોને કેપ્શન આપ્યું છે, “17 મી નવેમ્બર, આટલા વર્ષોમાં જન્મદિવસની સૌથી નાની પૂર્વસંધ્યાની ઉજવણી.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જન્મદિવસની પૂર્વસંધ્યાએ ડિનર “ખરેખર ખુશ”, “વ્યક્તિગત”, “ઘનિષ્ઠ અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ લાગે છે”. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેઓ લગભગ અડધો કલાક કતારમાં ઉભા રહ્યા અને પછી એક સરસ કેન્દ્રનું ટેબલ મેળવ્યું. સાઇન ઓફ કરતા પહેલા, તેમણે એક “મીઠી” અજાણી વ્યક્તિનો આભાર માન્યો જેણે તેમને આ ક્ષણને કેપ્ચર કરવામાં મદદ કરી.





