Shraddha Dangar Shares BTS: જાહ્ન સ્ટુડિયોના બેનર હેઠળ તૈયાર થયેલી ફિલ્મ “ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની” ફિલ્મનું ટ્રેલર અને મ્યુઝિક લોન્ચ તાજેતરમાં જ કરવામાં આવ્યું હતું. શુક્રવારે આ ફિલ્મનું નવું ગીત “નાચ” લોન્ચ થયું. આ પ્રસંગે ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી શ્રધ્ધા ડાંગરે આ ગીતનો બીટીએસ વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. તેણીની એક્સાઇટમેન્ટ આ પોસ્ટ પરથી જણાઇ રહી હતી.
શુક્રવારે બપોરે શ્રધ્ધાએ આ પોસ્ટ મુકી હતી, જેમાં તે મરૂણ રંગનાં સાઉથ ઇન્ડિયન અટાયરમાં ક્લાસિકલ ડાન્સ સ્ટેપ્સ કરતી જોવા મળી. શ્રધ્ધા એકદમ સાઉથ ઇન્ડિયન યુવતી જેવી લાગી રહી હતી. આ પોસ્ટમાં તેણે તેની એક્સાઇટમેન્ટ જણાવતાં જણાવ્યું કે, “આ રહી તમારા બધાંય માટે બીટીએસનો જાદુ. હું ખરેખર આ ક્ષણ માટે સપનાં જોતી હતી, ક્લાસિકલ ડાન્સ, બોલિવુડ વાઇબ્ઝ, અને સાઉથ ઇન્ડિયન અટાયર, બધું જ આ એક ગીતમાં સમાયું છે…અને એ પણ એક ગુજરાતી ફિલ્મમાં. અને સૌથી બેસ્ટ પાર્ટ શું છે ખબર છે? મને આ સૌથી અદ્ભૂત ટીમ સાથે આ કરવા મળ્યું હું આનાથી વધારે સારા અનુભવની કલ્પના ન્હોતી કરતી. આખો વિડીયો, યુટ્યુબ પર છે.”
રાજકોટની આ અભિનેત્રીએ તાજેતરમાં જ ગુજરાતી એક્ટર આકાશ પંડ્યા સાથે લગ્ન કર્યાં છે, જેને લીધે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખાસ્સી ચર્ચામાં રહે છે. હાલમાં જ તાજેતરમાં આવેલાં તેનાં પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં શ્રધ્ધા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ વિશે સચોટ વાત કરે છે અને કેટલાક મુદ્દાઓ પર ખુલાસો કરે છે. એમનું માનવું છે કે જયારે કોઈ ફિલ્મ સારી ના ચાલે ત્યારે ઈન્ડસ્ટ્રિના લોકોએ ઊંડાણપૂર્વક ચર્ચા કરવી જોઈએ કે કોઈ સારી ફિલ્મ કેમ ના ચાલી? સારી ફિલ્મો પ્રેક્ષકો સુધી કેમ નથી પહોંચી રહી એ ઇન્ડસ્ટ્રીએ વિચારવું જોઈએ.
ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની ફિલ્મ 22મી નવેમ્બરે રિલીઝ થઇ રહી છે.





