હિંદુ ધર્મમાં નવરાત્રિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ દિવસ માતા દુર્ગાની પૂજાના વિશેષ છે, નવરાત્રિનાં નવા દિવસોમાં દુર્ગાષ્ટમીનું ધાર્મિક મહત્વ સૌથી વધુ હોય છે. શારદીય નવરાત્રિ 2024ની આઠમ 10 ઓક્ટોબર બપોરે 12 વાગ્યાથી લઇને 11 ઓક્ટોબર બપોરે 12 સુદી દુર્ગાષ્ટમી રહેશે. આ દરમિયાન હવન કરવાની પરંપરા છે. જો કે જેઓએ નવરાત્રિનાં જવારા ઉગાડીને કળશનાં સ્થાપન સાથે ઉપવાસની સાધના કરી છે, તેઓ નવરાત્રિનાં અંતિમ દિવસે જ હવન, કન્યા જમણ અને પારણાંથી નવરાત્રિનું ઉજવણું કરે છે. આ વર્ષે આઠમ અને નવમી એમ બંનેની સંધિ પૂજા પણ કરવામાં આવે છે. આ માટે કેટલાંક લોકો બ્રામ્હણનાં જ્ઞાનથી શાસ્ત્રીય વિધિ પૂર્વક પૂજા અને હવન કરાવતાં હોય છે. જો કે આ હવન કોઇપણ વ્યક્તિ સરળતા પૂર્વક ઘરે પણ કરી શકો છો, તે માટેની સરળ વિધિ અમે શેર કરીશું.
હવનનું મહત્વ:
હવન કરવાથી માત્ર આધ્યાત્મિક લાભ થાય છે અષ્ટમીના દિવસે હવન કરવાથી દુષ્ટ શક્તિઓ દૂર થાય છે અને ઘરમાંથી નકારાત્મકતા નાશ પામે છે. આ સાથે પર્યાવરણીય લાભ પણ મળે છે. હવન દ્વારા પર્યાવરણ શુદ્ધ થાય છે. હવનથી માતા દુર્ગાની કૃપાથી યજમાનના તમામ કષ્ટ દૂર થાય છે.
દુર્ગા અષ્ટમી હવનની વિધિ:
1. હવનની તૈયારીઓ:
- હવન કુંડ: તમારે એક હવન કુંડ બનાવવું પડશે, જેમાં 8 ઈંટોનો માળો બનાવી શકાય છે અથવા તમે બજારમાંથી તૈયાર હવન કુંડ મેળવી શકો છો.
- સામગ્રી: કાષ્ઠ (આમની લાકડીઓ), નવગ્રહ સમિધા, ઘી, ચોખા, તિલ, બૂરા, ફળ, શહદ, વગેરે સામગ્રી એકત્રિત કરો(
2. શરૂઆતની વિધિ:
- હવન કુંડની આસપાસ ધૂપ-દીપ પ્રજ્વલિત કરો.
- કુંડમાં આમની લાકડીઓ પ્રજ્વલિત કરી આગ કરો.
- કુંડમાં સ્વાસ્તિકનું નિર્માણ કરી તેની પૂજા કરો.
3. હવન દરમિયાન મંત્રોનું ઉચ્છારણ:
- હવનની શરૂઆત “ॐ આગ્નેય નમ: સ્વાહા” મંત્રથી કરો.
- પછી “ॐ ગણેશાય નમ: સ્વાહા” મંત્ર બોલી આહુતિ આપો.
- દુર્ગા નામ મંત્રો: “ॐ દુર્ગાય નમ: સ્વાહા” અને “ॐ ગૌરિયાય નમ: સ્વાહા” બોલીને આહુતિ આપો
- દરેક નવગ્રહ અને કુળદેવતાઓના નામ સાથે આહુતિ આપો.
- સપ્તશદીના મંત્રો જપ્યા બાદ સ્વાહા મંત્ર બોલીને આહુતિ આપો.
4. પૂર્ણાહુતિ:
- અંતે, પૂર્ણાહુતિ માટે નાળિયેરમાં પાન, સુપારી, લોંગ, જાયફળ, અને ઘી ભરી આહુતિ આપો.
- પૂર્ણાહુતિ મંત્ર: “ॐ પૂર્ણમદ: પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે” બોલીને પૂર્ણાહુતિ કરો.
- હવન પૂર્ણ થયા બાદ, માતાને શ્રદ્ધાપૂર્વક આરતી કરવી.
હવન મંત્રો:
- “ॐ દુર્ગાય નમ: સ્વાહા”
- “ॐ આગ્નેય નમ: સ્વાહા”
- “ॐ ગણેશાય નમ: સ્વાહા”
- “ॐ ચામુંડાય નમ: સ્વાહા”
- “ॐ નવગ્રહાય નમ: સ્વાહા”
- દુર્ગા સપ્તશતીના મંત્રો અથવા બીજ મંત્ર: “ॐ ઐં હ્લીં ક્લીં ચામુંડાયૈ વિચ્છે નમ:”
દુર્ગા અષ્ટમીના દિવસે હવન કરવું એક પાવન વિધિ છે, જે જીવનમાં શુભતા, સમૃદ્ધિ, અને શાંતિ લાવે છે. માતા દુર્ગાના આહવાન માટે હવન ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે, અને તે સૌભાગ્ય લાવે છે.





