આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું ડ્રીમ હાઉસ કૃષ્ણા રાજ બંગલાની લાંબા સમયથી તૈયારી ચાલી રહી હતી, જે હવે તૈયાર થઇ ગયો છે. મુંબઇ સ્થિત તેમના નવા ઘરની પ્રથમ ઝલક સોશિયલ મિડીયાથી સામે આવી રહી છે. આ છ માળનો વૈભવી બંગલો રણબીરનાં દાદી કૃષ્ણા રાજ કપૂરનાં નામે રાખવામાં આવ્યું છે, જેઓ હવે હયાત નથી.
કપૂર પરિવારે આ નવા બંગલાને ખૂબ જ નજીકથી જોયો છે, અને આલિયા, રણબીર સાથે નીતુ કપૂર છેલ્લાં કેટલાંક મહિનાઓથી વારંવાર સાઇટ વિઝિટ કરી રહ્યાં હતાં. દરેક નાની-મોટી કામગીરી પર ધ્યાન આપીને બંગલામાં ગ્રે અને ઓફ-વ્હાઇટ કલર સ્કીમ સાથે એક આકર્ષક ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જો કે મોટા દરવાજા તથા બારણા બનાવડાવી હવા-ઉજાસ પણ રહે તે પ્રકારે ઘરને ડિઝાઇન કરાયું છે. દરેક માળ પર છત સાથે સફેદ રેલિંગ છે, જે સુરક્ષા કવચ સમાન છે.
રણબીર અને આલિયાનાં ફેન્સ કૃષ્ણારાજ બંગલો માટે એક્સાઇટેડ છે અને આ બંગલો હાલ મિડીયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. હવે બંગલો સંપૂર્ણપણે તૈયાર થઇ ગયો છે ત્યારે આલિયા અને રણબીર નવા ઘરમાં જલ્દીથી રહેવા જશે. મુંબઇમાં આ બંગલો હવે રિયલ એસ્ટેટ ક્ષેત્રે એક આઇકોન બની ગયો છે.
કાર્યક્ષેત્રે હાલ આલિયા અને રણબીર બંને સફળતાનાં શિખરે બિરાજમાન છે. રણબીર કપૂર નિતિશ તિવારીની ‘રામાયણ‘ માં ભગવાન રામના પાત્રમાં જોવા મળશે, જ્યારે આલિયા ભટ્ટ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘લવ એન્ડ વૉર‘ માટે તૈયારી કરી રહી છે.





