બુધવારે વહેલી સવારે દુ:ખદ સમાચાર આવ્યાં કે મલાઇકા અરોરાનાં પિતા અનિલ મહેતાએ મુંબઇ સ્થિત તેમનાં રહેઠાણનાં છઠ્ઠા માળેથી ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું. આ દુ:ખદ સમાચાર વાયુવેગે ફેલાતાં બોલિવુડનાં તમામ મહાનુભાવોએ મલાઇકા અરોરાનાં ઘરે મુલાકાતનો સિલસિલો શરૂ થઇ ગયો. શરૂઆતમાં અનિલ મહેતાની આત્મહત્યાનું કારણ શરૂમાં જાહેર થયું ન હતું.
હાલમાં આવેલાં અહેવાલો અનુસાર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે અનિલ મહેતાએ પોતાની છેલ્લી ઘડી આવતાં પહેલાં બંને દીકરીઓને ફોન કર્યો હતો. તેમણે પોતાની નાની દીકરી અમૃતાને જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી બીમાર છે અને થાકી ગયાં છે.
મલાઇકા અરોરાએ પોતાનાં સોશિયલ મિડીયા અકાઉન્ટ પરથી પોતાના પિતાનાં મૃત્યુની જાહેરાત પોતાનાં ફેન્સ અને મિડીયા સાથે કરી હતી. જેમાં તેણે જણાવ્યું કે ભારી હ્રદયે જણાવવું પડે છે કે અમારા પિતા અનિલ કુલદીપ મહેતાનું અવસાન થયું છે. તેમનો વિનમ્ર આત્મા પોતાનાં પૌત્ર માટે પ્રેમાળ દાદા, પત્ની માટે પ્રેમાળ પતિ અને બંને દીકરીઓ માટે બેસ્ટ ફ્રેન્ડ હતાં. અમારો આખો પરિવાર આ સમાચારથી ઊંડા આઘાતમાંથી પસાર થઇ રહ્યો છે જેથી હું મિડીયા અને શુભચિંતકોને વિનંતી કરું છું કે તેઓ આ કપરા સમયમાં ખાનગીપણું જાળવે.
મુંબઇ પોલીસ ઘટનાસ્થળની તપાસમાં જાણવા મળ્યું છે કે ઘટના દરમિયાન મલાઇકા અરોરાનાં માતા જોયસ ઘરમાં જ હાજર હતાં જ્યારે તેમનાં પિતાએ ઝંપલાવ્યું. અનિલ અરોરાની બોડીને વધુ તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું છે.





