મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો આપશે મોટા લાભો.

Shraddha Bilwalby Shraddha Bilwal
સપ્ટેમ્બર 18, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
લાઇફસ્ટાઇલમાં નાના ફેરફારો આપશે મોટા લાભો.

મોટાભાગનાં વ્યવસાયિક લોકોની જીવનશૈલી 9 થી 5ની નોકરીનાં ચક્રમાં ફર્યાં કરે છે, ત્યારે આ નિરસ ચક્રમાં પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું સૌથી મોટો પડકાર બની ગયો છે. આ વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કઇ રીતે કાઢીને ફરીથી તંદુરસ્ત બનવું તે માટે ઘણાં ખરાં લોકોને ખાસ પ્રેરણાની જરૂર પડતી હોય છે. જો કે અમે આ વ્યવસાયિક લોકો માટે ખાસ કેટલીક ટિપ્સ લાવ્યાં છે, જેમાં ફુલ-ટાઇમ જોબ કે બિઝનેસ સાચવવાની સાથે વજન કઇ રીતે ઉતારવું કે સાચવી રાખવું તે વિશે વાત કરીશું. આ માટે તમારે કોઇ જીમનાં ઇક્વિપમેન્ટ્સની જરૂર પડશે નહી, માત્ર તમારા ફોનનો સિમ્પલ ઉપયોગ પણ કરી શકો છો. 

 

સૌથી પહેલાં ફ્રી ફિટનેસ એપ ડાઉનલોડ કર્યાં બાદ તેમાં તમારી ઊંચાઇ, વજન અને ખાવા-પીવાની ટેવોની વિગતો ભરી દેવી, જેથી તમારા વજનમાં કોઇપણ ફેરફાર થાય તો તેનો એક રેકોર્ડ જાળવી શકાય. આ ઉપરાંત વહેલાં ઉઠવાની ટેવ કેળવવી ખૂબ જરૂરી છે, કારણ કે, જ્યારે આપણે વહેલાં ઉઠીએ છે ત્યારે તમે બીજાઓ કરતાં પોતાનો દિવસ વહેલાં શરૂ કરો છો, જેનો સીધો મતલબ એ છે કે તમારી પાસે કામનાં કલાકો વધી જાય છે. 

 

1 – રોજનું લક્ષ્ય 10,000 ડગલાં – રોજે 10,000 ડગલાં ચાલવાનું લક્ષ્ય તમે રાખો. હવે આ ડગલાંને તમે વહેંચી દો. જેમ કે જો તમે 5,000 ડગલાં સવારે ચાલ્યાં તો ઓફિસ બ્રેકમાં તમે બીજા 500-1000 ડગલાં ચાલી શકો છો. ત્યારબાદ રાત્રે જમ્યા પછી પણ બાકીનાં ડગલાં ચાલીને તમે તમારું લક્ષ્ય પ્રાપ્ત કરી શકો છો. ત્યારબાદ તમારી ફિટનેસ એપમાં આ રેકોર્ડને સેટ કરી દેવો, જેથી તમે તમારી જાતને પ્રેરિત રાખી શકશો. 

 

2 – હાઇડ્રેશનને પ્રાથમિકતા આપો – કસરતની સાથે હાઇડ્રેટ રહેવું પણ અત્યંત જરૂરી છે, જે વજન ઘટાડવામાં ખૂબ મદદ કરે છે. તો તે માટે તમે પાણી પીવાનો પણ ટાર્ગેટ સેટ કરો. આખા દિવસમાં 3 લિટર પાણી પીવાનું ટાર્ગેટ જરૂરી છે, જે તમારા શરીરને ચોખ્ખું રાખશે. તે માટે તમે ઓફિસમાં બે બોટલ્સ પાણીની લઇને જાઓ. જો તે શક્ય ન હોય તો, પહેલેથી જ ઓફિસમાં એક-એક લિટરની બે બોટલ્સ મૂકીને રાખો. જે તમે આખા દિવસમાં પી શકો. આ ઉપરાંત તમારી સ્માર્ટ વોચ અને ફોનમાં પાણી પીવાનાં રીમાઇન્ડર સેટ કરીને રાખો જેથી તમારી વોચ તમને પાણી પીવાનું યાદ કરાવશે. પાણીમાં તમે લીંબુ અને કાકડીથી સ્વાદિષ્ટ પણ બનાવી શકો.  

 

 3 – આરોગ્યપ્રદ આહાર – વ્યસ્ત હોવાને લીધે આરોગ્યપ્રદ આહાર લેવાનું પણ એક પડકાર બની જાય છે. ઘણીવાર લોકો જમવાનો સમય પણ સાચવી શકતાં નથી. ત્યારે રજાનાં દિવસે આખા અઠવાડિયામાં શું ખાશું તેનું એક લિસ્ટ તૈયાર કરી લેવું, જેમાં પ્રોટીન, અનાજ, પુષ્કળ શાકભાજીનો સમાવેશ કરવો. આ ઉપરાંત નાશ્તામાં પેકેટ ફૂડ્સ હટાવીને ડ્રાય ફ્રુટ્સ, નટ્સ અને સીડ્સનો સમાવેશ કરી શકાય છે. આ પૌષ્ટિક આહારને જો યોગ્ય રીતે પ્લાન કરીને લેવામાં આવે તો શરીર પર થોડાંક જ દિવસોમાં અસર દેખાવાની શરૂ થઈ જાય છે. 

 

4 – શોર્ટ વર્કઆઉટ્સ અને ડેસ્ક કસરતો – જોબની સાથે યોગા ક્લાસ કે જીમનાં સેશન માટે સમય કાઢવો અઘરો હોઇ શકે છે, જેથી 10-5 મિનિટ્સનાં હોમ વર્કઆઉટ્સ કરી શકાય છે. ફિટઓન અને યુટ્યુબ વિડીયોઝ જોઇને આ વર્કઆઉટ્સ પ્લાન કરી શકાય છે. આ ઉપરાંત ઘણી વખત ઓફિસમાં ડેસ્ક પર બેસવાથી ખભા, ગરદન અને પગમાં અક્કડતા આવી જતી હોય છે. ત્યારે ડેસ્ક પર બેસીને થતી કસરતો ગેમ-ચેન્જર બની શકે છે. ગરદન ઉપર-નીચે અને ગોળ ફેરવીને તેમજ પગની ઘૂંટીઓને ગોળ ફેરવીને કસરત કરવાથી આ સમસ્યાઓમાં રાહત મળી શકે છે. તેમજ આનાથી શરીરમાં ફ્લેક્સિબિલિટીઝ વધે છે અને લોહીનો પ્રવાહ શરીરમાં ભ્રમણ કરતો થાય છે. 

 

5 – પૂરતી ઊંઘ સૌથી વધુ અગત્યની – ગમે તેટલાં વ્યસ્ત હોવ પણ રોજે 7-8 કલાકની ઊંઘ લેવી ખૂબ જરૂરી છે, કારણ કે આની સીધી અસર તમારી વેઇટલોસ જર્ની પર પડી શકે છે. પૂરતો આરામ લેવાથી માનસિક એકાગ્રતા અને શરીરમાં સ્ફૂર્તિ જળવાઇ રહે છે. ઊંઘની ગુણવત્તા સુધારવા માટે રાત્રે મોબાઇલ ફોનનાં ઉપયોગને બદલે વાંચનની ટેવ કેળવવી ફાયદાકારક સાબિત થશે. તેમજ રોજ રાત્રે સૂતા પહેલાં શાંતિનાં માહોલમાં ધ્યાન (મેડિટેશન) કરવાથી બીજા દિવસે તમારી પ્રોડક્ટિવિટી પણ વધશે. 

 

આ પ્રકારનાં નાના છતાં અસરકારક ફેરફારોથી વ્યસ્ત સમયપત્રક હોવા છતાં સ્ટ્રેસ ફ્રી રહી શકાશે. તેમજ વજન ઘટાડી એક કોન્ફિડેન્ટ લાઇફસ્ટાઇલ કેળવવી સરળ બની જશે. 

 

Tags: Fitness and WellnessHealth TipsHealthy lifestyleMindful WellnessProfessional People

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
શાહરૂખ ખાને ખુલાસો કર્યો કે પોતાના સૌથી નાના પુત્રનું નામ અબરામ કેમ રાખ્યું

શાહરૂખ ખાને ખુલાસો કર્યો કે પોતાના સૌથી નાના પુત્રનું નામ અબરામ કેમ રાખ્યું

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.