દર્પણ થિયેટરને 75 વર્ષ પૂરા થયાં અને આ પ્રસંગે નટરાણીમાં 45માં વિક્રમ સારાભાઇ આર્ટ ફેસ્ટિવલનું આયોજન નટરાણી ખાતે કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં, નેક્સનની સાથે કોલાબોરેટિવ ફેસ્ટિવલમાં, ઈટાલી અને ભારતના પ્રખ્યાત સિન્ટર્ડ સ્ટોન પ્રોડક્શન, અને અમદાવાદની દર્પણા એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ વચ્ચે એક વિશિષ્ટ ભાગીદારીની શરૂઆત થઇ. આ ભાગીદારીનું મુખ્ય ઉદ્દેશ કલાત્મક અને ઔદ્યોગિક નવીનતાના ગઠબંધન દ્વારા સંસ્કૃતિઓના વૈશ્વિક પુલની રચના કરવાનું છે. દર્પણાની ડાયરેક્ટર, પ્રખ્યાત નૃત્યાંગના અને કલાસર્જક મલ્લિકા સારાભાઇએ આ પ્રોજેક્ટ માટે નેતૃત્વ આપ્યું છે.
તેમણે જણાવ્યું કે, પપ્પાની (વિક્રમ સારાભાઇ) યાદમાં સાયન્સ ફેસ્ટિવલ તો થાય જ છે પરંતુ મને થયું કે આર્ટ ફેસ્ટિવલનું આયોજન પણ થવું જોઇએ. અને તે સાથે જ વિક્રમ સારાભાઇ આર્ટ ફેસ્ટિવલને યોજવામા આવ્યો. શરૂઆતમાં અમે આ ફેસ્ટિવલ ઓગસ્ટમાં કરતાં પણ હવે ડિસેમ્બરમાં અમે આ ફેસ્ટિવલનું આયોજન કરીએ છે.
ખાસ પ્રદર્શનો
1. મીનવ્હાઇલ, એલ્સવ્હેર (28 ડિસેમ્બર 2024)
દર્પણાના ડાયરેક્ટર યાદવન ચંદ્રનનું નવું પ્રદર્શન, મીનવ્હાઇલ, એલ્સવ્હેર, કલ્પના અને સંસારમાં જીવાતી માનવ લાગણીઓના ગૂંચવણને દર્શાવે છે. આ પ્રદર્શન માર્કો પોલો અને કૂબલાઇ ખાનની વાર્તાઓ પરથી પ્રેરિત છે અને એ રીતે શ્રોતાઓને વિચારવા માટે પ્રેરિત કરે છે કે, “અમે શું ખોજી રહ્યા છીએ, અને જ્યારે આપણે અટકી જઈએ છીએ ત્યારે શું શોધીશું?”
2. ઓફ હીરોસ એન્ડ ગોડ્સ (29 ડિસેમ્બર 2024)
એડુઆર્ડો કેટેમારિયોનું એક ઓપેરા છે, જે મહાભારતથી પ્રેરિત છે, જેમાં માનવ જીવનના મહત્ત્વના વિધાન – કર્મ અને ધર્મ – ને અનુસંધાનમાં રાખવામાં આવે છે. દ્રૌપદીના પાત્ર પર કેન્દ્રિત આ પ્રદર્શન દર્શાવે છે કે કેવી રીતે માનવ ભાવનાઓ અને દેવી ઇચ્છાઓ વચ્ચે સંતુલન સાધી શકાય છે.
3. સોના સોન્ગ્સ ફેર સોલ (30 ડિસેમ્બર 2024)
બોલિવુડની જાણીતી ગાયિકા સોના મોહાપાત્રા આ દિવસે નટરાણી થિયેટરમાં પર્ફોમ કરશે. મોટાભાગનાં કોન્સર્ટ્સમાં સિંગરને દૂરથી જોવાતા હોય છે, પરંતુ આ ફેસ્ટિવલમાં સોનાને ખૂબ જ નજીકથી જોઇ શકાશે અને તેમને માણી શકાશે.
45મું વિક્રમ સારાભાઇ આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ
આ બંને પ્રદર્શનો આ મહોત્સવના ભાગરૂપે રજૂ થશે, જે નૃત્ય, સંગીત અને નાટ્યકળામાં નવીનતાને પ્રોત્સાહન આપે છે. “અમારા માટે, આ ભાગીદારી ભારત અને ઈટાલી વચ્ચેના સંસ્કૃતિક વિનિમય માટે એક અદભૂત મંચ બની છે,” માલિકા ઉમેરે છે.
દર્પણા એકેડેમી: કલાનો વારસો.
મલ્લિકા સારાભાઇએ વિક્રમ સારાભાઇ અને મૃણાલિની સારાભાઇની પુત્રી છે, જે પિતાના વૈજ્ઞાનિક વારસો અને માતાનું નૃત્ય કલાનાં સંયોજનને જાળવીને દર્પણાની આગવી ઓળખ બનાવે છે. તેઓ કહે છે કે, “આ ભાગીદારી એ સાબિત કરે છે કે કલા અને ઉદ્યોગ એકસાથે બિલ્કુલ સારી રીતે આવી શકે છે અને વિશ્વ માટે નવીનતાનો ઉદાહરણ બની શકે છે,”





