મંગળવાર, ઓગસ્ટ 25, 2026
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING
No Result
View All Result
Gujarati Itsmajja
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

શુગર અને થાયરોઇડને ઘરઘથ્થુ ઉપાયોથી નિયંત્રિત કરવું થયું સાવ સહેલું

Shraddha Bilwalby Shraddha Bilwal
ઓક્ટોબર 10, 2024
in LIFESTYLE
Reading Time: 1 min read
શુગર અને થાયરોઇડને ઘરઘથ્થુ ઉપાયોથી નિયંત્રિત કરવું થયું સાવ સહેલું

ડાયાબિટીસ (શુગર) અને થાઇરોઇડને જડમૂળથી ખતમ કરવું અઘરું છે, પરંતુ કેટલાંક ઘરેલૂં નૂસખાઓથી તેને ઘણું ખરું નિયંત્રિત કરી શકાય છે.

દાયકા પહેલાં જ્યારે જંક ફૂડની એન્ટ્રી હજુ ન્હોતી થઇ અને શુગર થાઇરોઇડ જેવાં રોગોએ લોકોનો ઘેરી ન્હોતા વળ્યાં. પરંતુ છેલ્લાં કેટલાંક વખતથી આધુનિક જીવનશૈલીનાં કારણે ડાયાબિટીસ (શુગર) અને થાયરોઇડ જેવી જીવનભર રહેતી બીમારીઓ વધી રહી છે. ડાયાબિટીસમાં શરીર ઇન્શ્યુલિન હોર્મોનનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતું નથી, જેનાંથી રક્તમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. આની માત્રા વધતાં હ્રદય, કિડની અને આંખો જેવા મહત્ત્વનાં અંગોને નુકસાન પહોંચાડે છે.

થાયરોઇડ ગ્લાન્ડથી હોર્મોન્સની અપ્રમાણીતતા દ્વારા થાયરોઇડની સમસ્યાઓ ઉદ્દભવે છે. હાઇપોથાયરોઇડિઝમમાં થાક, વજનનો વધારો, અને અલસાવટ જેવી સમસ્યાઓ શરીરમાં થાય છે.

આ બધી જ બીમારીઓ જીવનભર નિયંત્રણ અને દેખરેખ માંગે છે. વૈજ્ઞાનિક દવાઓ અને ઉપચાર જરૂરી છે, પણ રોજીંદા જીવનમાં અમુક સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકાય છે, જે દાદીમાંનાં નૂસખા જેવાં ઉપાયો ખરેખર શરીરમાં અસર બતાવી જાય છે. આ ઉપાયોમાં રોજિંદા આહાર અને જીવનશૈલીમાં સરળતાથી સમાવી શકાય તેમ છે, જેથી તમારા શરીરનાં તંત્રો મજબૂત બની શકે. તો જાણીએ શુગર અને થાયરોઇડને શેનાથી નિયંત્રિત કરી શકાશે.

1. મેથી ના દાણા

મેથીના દાણા ડાયાબિટીસ અને થાયરોઈડ બંને માટે ફાયદાકારક છે. રાતે એક ચમચી મેથીના દાણા પાણીમાં ભીંજવીને બીજે દિવસે સવારે ખાલી પેટે તે પાણી પીવું જોઇએ. મેથીમાં રહેલા ફાઇબર કારણોસર ખોરાકમાંથી શુગરનું શોષણ ધીમું થાય છે, જે આહારમાં ગ્લુકોઝને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. થાયરોઈડની સમસ્યામાં પણ મેથી હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદરૂપ બને છે.

2. તજ (દાલચિની)

તજ ઇન્સુલિન સંવેદનશીલતામાં વધારો કરતી હોય છે, જે ડાયાબિટીસ માટે એક ઉત્તમ ઘરગથ્થુ ઉપાય છે. રોજે દિવસમાં તજની ચપટી પાવડર ચા, શેક, અથવા ભોજનમાં ઉમેરવાથી રક્તમાં ચીનીનું સ્તર ઘટે છે. તે મેટાબોલિઝમમાં સુધારો પણ કરે છે, જેના કારણે થાયરોઈડની સમસ્યામાં મદદ મળે છે, ખાસ કરીને હાઇપોથાયરોઈડિઝમમાં.

3. આદૂ

આદૂના પ્રતિકારક ગુણધર્મો ખુબ જ ફાયદાકારક છે. આદૂને છીણીને પાણીમાં ઉકાળીને તે પાણી દર બે દિવસનાં અંતરે પીવાથી થાયરોઇડમાં રાહત મળે છે. આદૂની ચા પીવી અથવા તાજું આદૂ ભોજનમાં સમાવવામાં લેવાથી ઇન્સુલિન પ્રતિકાર ઓછો થાય છે. થાયરોઈડના દર્દીઓ માટે, આદૂ થાયરોઈડ કાર્યને ઉત્તેજિત કરે છે અને થાક અને અલસાવટ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

4. એલોઓ વેરા

ડાયાબિટીસ માટે એલોઓ વેરાનો રસ ફાયદાકારક છે. તે ઇન્સુલિન સંવેદનશીલતામાં વધારો કરે છે અને ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે જ રીતે, થાયરોઈડના દર્દીઓ માટે પાચન વ્યવસ્થામાં સુધારો કરવા માટે પણ એલોઓ વેરો મદદરૂપ છે.

આ ઘરગથ્થુ ઉપાયોને યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ સાથે ઉપયોગમાં લાવવાથી, ડાયાબિટીસ અને થાયરોઈડની સમસ્યાઓને નિયંત્રિત કરવામાં વધુ સારી રીતે મદદ મળી શકે છે.

જો કે, કોઈ પણ નવો ઉપાય અજમાવતાં પહેલા ડોક્ટરનો સલાહ અવશ્ય લેવી.

Tags: Fitness and WellnessFitnessGoalsFitnessLifestyleFitnessLoveFitnessLoversFitnessMustFitnessStoryFitnessTrend

Latest Post

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’
BOLLYWOOD GOSSIP

Karan Wahi reacts to Jennifer Winget, William Ishmael’s wedding; calls it ‘happy moment’ – EXCLUSIVE: કરણ વાહીએ જેનિફર વિન્ગેટ અને વિલિયમ ઇશ્માઇલના લગ્ન પર આપી પ્રતિક્રિયા; ગણાવી ‘ખુશીની ક્ષણ’

ઓગસ્ટ 25, 2026
Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ
BOLLYWOOD GOSSIP

Priyanka Chopra stuns in a black maxi dress worth Rs 14 lakh at the Cycle of Love premiere in New York: ન્યૂયોર્કમાં ‘ધ સાઇકલ ઓફ લવ’ના પ્રીમિયરમાં પ્રિયંકા ચોપરા બ્લેક મેક્સી ડ્રેસમાં છવાઈ

ઓગસ્ટ 24, 2026
Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે
BOLLYWOOD GOSSIP

Brahmastra 2: Alia Bhatt to return in shorter role as makers focus on Dev-Amrita’s story: બ્રહ્માસ્ત્ર 2: નિર્માતાઓ દેવ-અમૃતાની વાર્તા પર ધ્યાન કેન્દ્રિત કરતાં આલિયા ભટ્ટ ટૂંકા રોલમાં જોવા મળશે

ઓગસ્ટ 22, 2026
Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?
BOLLYWOOD GOSSIP

Salman Khan and Nayanthara’s film with Dil Raju titled Monster? સલમાન ખાન અને નયનતારાની દિલ રાજુ સાથેની ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’?

ઓગસ્ટ 21, 2026
Next Post
ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગએ માત્ર ફેશન ટ્રેન્ડ નથી પણ અનેક ફાયદાઓ છે : જાણવું તે જરૂરી છે

ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગએ માત્ર ફેશન ટ્રેન્ડ નથી પણ અનેક ફાયદાઓ છે : જાણવું તે જરૂરી છે

Archives

  • ઓગસ્ટ 2026
  • જુલાઇ 2026
  • જૂન 2026
  • મે 2026
  • એપ્રિલ 2026
  • માર્ચ 2026
  • ફેબ્રુવારી 2026
  • જાન્યુઆરી 2026
  • ડિસેમ્બર 2025
  • નવેમ્બર 2025
  • ઓક્ટોબર 2025
  • સપ્ટેમ્બર 2025
  • ઓગસ્ટ 2025
  • જુલાઇ 2025
  • જૂન 2025
  • મે 2025
  • એપ્રિલ 2025
  • માર્ચ 2025
  • ફેબ્રુવારી 2025
  • જાન્યુઆરી 2025
  • ડિસેમ્બર 2024
  • નવેમ્બર 2024
  • ઓક્ટોબર 2024
  • સપ્ટેમ્બર 2024

Categories

  • Astrology
  • Blog
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • music art and culture
  • OTT SPECIAL
  • TRENDING
  • Homepage

Powered by Media One Solutions.

No Result
View All Result
  • Home
  • BOLLYWOOD GOSSIP
  • DHOLLYWOOD GUPSHUP
  • LIFESTYLE
  • OTT SPECIAL
  • TRENDING

Powered by Media One Solutions.